કોરોના વાયરસને કારણે આખો દેશ લોક ડાઉનમાં છે અને તેને કારણે ધણી બધી તકલીફો સહન કરવી પડે છે. જે માંથી એક દાંતનો દુખાવો પણ હોઈ શકે છે.

શા માટે અત્યારે દાંતના બધા દવાખાના બંધ છે ?

અત્યારે ડેન્ટલ એસોશીયેશનની ગાઈડ લાઈન મુજબ દરેક દવાખાના બંધ છે જેના અમુક કારણો છે.

  • કોરોના વાયરસનો ફેલાવો આંખ, નાક, અને મોંઢા વાટે થાય છે અને દાંતની સારવાર દરમ્યાન મોઢામાં જ કામ કરવાનું હોવાથી ડોકટર અને દર્દી બંન્નેને ચેપ લાગવાનું જોખમ વઘારે છે.
  • દાંતની અમુક સારવાર માં એરોસોલ(નાનાં પાણીનાં ટીંપા) હવામાં ૩ મીટર સુધી ફેલાઈ શકે છે જેનાથી ડોકટર, દર્દી, મુલાકાતીઓ, સંસ્થાના કર્મચારીઓ દરેકને ચેપ ફેલાવાનું જોખમ અનેકગણું વધી જાય છે. હાલની પરિસ્થિતીમાં દાંતની તકલીફ માટે ડોકટર પાસે જવાનું ટાળી શકાય એમ હોય તો ટાળવું.
  • માત્ર દાંતની જ નહી, કોઈ પણ તકલીફ માટે ડોકટર પાસે જવાનું ટાળી શકાય એમ હોય તો ટાળવું.
  • ફોનથી ડોકટરની સલાહ લઈને દવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે.

અમુક તાત્કાલિક સારવાર માટે ડોકટર પાસે જઈ શકાય છે જેવી કે,

  • જડબા અથવા દાંતનું ફેકચર 
  • સોજો/દુખાવો જે દવા લીધા પછી પણ ઓછો ન થતો હોય.
  • બ્રીજ કે ચોકઠાની તકલીફ કે ને જેને લીધે જમવું અશકય બનતું હોય.
  • કેન્સર કે બીજી કોઈ સારવાર પહેલા દાંતની કોઈ સારવાર કરવી જરૂરી હોય.

દાંતના દવાખાનામાં શું વધારાની તકેદારી જરૂરી છે ?

  • એપોઈન્ટમેન્ટ ફીકસ કરતાં પહેલાં દર્દીનું સ્ક્રીંનીંગ કરવામાં આવશે.
  • દરેક દર્દી માટે દવાખાનામાં આવતા પહેલાં હાથ સાફ કરાવવા, શરીરનું તાપમાન માપવું, અને માસ્ક પહેરાવવું ફરજીયાત કરવામાં આવેલ છે.
  • વેઈટીંગ રૂમ પેશન્ટ વચ્ચે ડીસ્ટન્સ રાખીને બેસવાની સગવડ ગોઠવવી જરૂરી છે.
  • ડોકટર અને સહાયકે પુરતા પ્રમાણમાં (પર્સનલ પ્રોટેકટીવ સાધનો) પહેરેલાં હોવા જરૂરી છે.
  • શકય એટલા વધારે ડીસ્પોઝેબલ સાધનો વાપરવામાં આવે.
  • દરેક સાધનો જે ડિસ્પોઝેબલ નથી એ ઓટોકલેવ કરેલા હોવા જરૂરી છે.
  • બે દર્દીની સારવાર વચ્ચે કલીનીકની સફાઈ ખૂબ જ ઝીણવટતાથી કરવામાં આવે જેનાથી એક દર્દીથી બીજા દર્દીમાં બિમારીનો ફેલાવ ન થાય.
  • સારવાર પછી દરેક જાતના કચરાનો નિકાલ વ્યવસ્થિત કરવામાં આવે જેથી ચેપનો ફેલાવો ન થાય.
  • આ બધી વધારાની સગવડ ઉભી કરવામાં સારવારનો સમય અને ખર્ચ થોડો વધી શકે છે જેના માટે ડોકટર અને દર્દી બંન્ને એ માનસિક તૈયારી કરવી પડશે. ઉપર દર્શાવેલ તકેદારીઓ શકય છે કે ૩ થી ૧ર મહિના સુધી લેવી પડશે. આપણે સૌએ નવી વ્યવસ્થા અને પધ્ધતિઓ સ્વીકારી આગળ વધવું પડશે.