કોલેસ્ટ્રોલનું નિયંત્રણ
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે સદા કાર્યરત રહો. પાંચ કિલોમીટર ચાલવું અથવા કસરત કરવી એ આવશ્યક છે. પરંતુ રોજબરોજના જીવનમાં થોડીક આદતો બદલી અને બેઠાડું જદગીને પ્રવૃત્તિમય કરી શકાય.
જેમકે,
• ઓફિસ અને ઘરમાં લીફટ ન વાપરવી. દાદરા ચઢવા.
• જો તમારો ફ્લેટ ઊંચાઈ પર હોય અને લીફટ વાપર્યા વગર ચાલે તેમ ન હોય તો પહેલા બે-ત્રણ દાદરા ચડી જવું અને પછી લીફટ વાપરવી.
• બસમાં મુસાફરી કરતાં હો તો એક સ્ટો૫ વહેલાં ઉતરી જવું અને પછી ચાલી ને જવું.